10 વર્ષમાં ચંદ્ર પર બીજું કદમ

10 વર્ષમાં ચંદ્ર પર બીજું કદમ
ચંદ્રયાન મિશન 15 જુલાઈની પરોઢે 2.51 મિનિટે જશે 

બેંગલોર, તા. 12 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)ના વૈજ્ઞાનિક આખરે ચંદ્ર પર ભારતના બીજા પગલાં મૂકવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ચંદ્ર પર જવા માટે તૈયાર ભારતના સ્પેસમિશન ચંદ્રયાન-2ના લોન્ચનું એલાન બુધવારે ઈસરોના અધ્યક્ષ ડો. કે. સિવાને કરી દીધું હતું.
તેમણે જણાવ્યું હતું કે, 15મી જુલાઈ, 2014ની પરોઢે 2 અને 51 મિનિટે ચંદ્રયાન-2 ચંદ્ર તરફ છોડવામાં આવશે. સિવાને બેંગ્લોરમાં આ મિશન સાથે જોડાયેલી વેબસાઈટ પણ લોન્ચ કરી હતી.  આ મહત્ત્વાકાંક્ષી મિશન તળે 10 વર્ષમાં બીજી વાર ચંદ્ર પર જનારા ચંદ્રયાનના મિશનની પહેલી તસવીરા ઈસરોએ જારી કરી હતી. ચંદ્રયાન-2 મિશનના ત્રણ મોડયૂલ્સમાં એક ઓર્બિટર, લેંડર અને એકરોવર છે, જેને લોન્ચ વ્હીકલ જીએસએલવીએમ-3 અવકાશમાં લઈ જશે.
ખાસ ઉલ્લેખનીય છે કે, આ લોન્ચ વ્હિકલનું નિર્માણ ભારતમાં જ કરાયું છે. ચંદ્રયાન આંતરરાષ્ટ્રીય એજન્સીઓને પણ મદદ કરશે.
Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer