તામિલનાડુમાં 7 સ્થળો પર દરોડા

તામિલનાડુમાં 7 સ્થળો પર દરોડા
આઇએસ મોડયૂલનો સૂત્રધાર ઝડપાયો

ચેન્નાઈ, તા.12 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ઈસ્લામિક સ્ટેટના મોડયુલ્સની શોધમાં આજે તામિલનાડુના કોઈમ્બતૂર શહેરમાં સાત જગ્યાએ દરોડા પાડી આઈએસના એક મોડયૂલના સૂત્રધારને ઝડપી પાડયો હતો. કહેવાઈ રહ્યું છે કે, આ સૂત્રધાર મોહમ્મદ અઝહરુદ્દીન શ્રીલંકામાં ઈસ્ટરના થયેલા બોમ્બવિસ્ફોટના આરોપી હુમલાખોર જહરાન હાશિમથી પ્રભાવિત છે. એનઆઈએએ આ સંબંધમાં એક નવો મામલો દર્જ કર્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈમ્બતૂરમાં સાત જગ્યાઓ પર એનઆઈએએ દરોડા પાડયા હતા. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના એક મોડયૂલનો સૂત્રધાર મોહમ્મદ અઝહરુદ્દીન શ્રીલંકામાં બોમ્બ વિસ્ફોટના આરોપી હાશિમની સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને વચ્ચે અવારનવાર સંપર્ક થતો રહેતો હતો. આ જ આઈએસ મોડયૂલની શોધમાં એનઆઈએએ આ દરોડો પાડયો હતો. મોહમ્મદ અઝહરુદ્દીનને તેના ઘેરથી ઝડપવામાં આવ્યો હતો.

Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer