મુંબઈમાં વધુ પાણીકાપનું સંકટ ટળ્યું

મુંબઈ, તા. 13 : ભાતસા બંધમાં તાંત્રિક બગાડથી 25 ટકા પાણીકપાત જાહેર કરાયો હતો, પરંતુ તેને યુદ્ધધોરણે દુરસ્ત કરતાં હવે મુંબઈગરાને વધુ પાણીકાપનો સામનો કરવો નહીં પડે, જે હવે 10થી 15 ટકા કરવો પડશે.
મુંબઈને દરરોજ 3800 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે, પરંતુ ગત ચોમાસામાં તળાવોમાં ઓછું પાણી સંગ્રહ થતાં 15 નવેમ્બર, 2018થી મુંબઈમાં 10 ટકા પાણીકાપ લાગુ કરાયો હતો. તળાવોમાં જળસપાટી સતત ઘટતાં મુંબઈગરાને આનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન ભાતસા બંધમાં તાંત્રિક બગાડથી 12થી 14 જૂન એમ ત્રણ દિવસ 25 ટકા પાણીકાપ લાગુ કરાવાનો હતો.
જોકે, દુરસ્તીનું કામ તત્કાળ કરાવાથી હવે મુંબઈગરાને ઓછા પાણીકાપનો સામનો કરવો પડશે, એમ હાઈડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગે જણાવ્યું હતું.

Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer