દક્ષિણ મુંબઈમાં આજે, કાલે ઓછા દબાણે પાણીપુરવઠો

મુંબઈ, તા. 13 : ભાતસા બંધમાંથી મુંબઈને કરાતા પાણીપુરવઠામાં તાંત્રિક બગાડ થવાથી દક્ષિણ મુંબઈમાં 13 અને 14 જૂને ઓછા દબાણે પાણીપુરવઠો કરવામાં આવશે. પરિણામે કોલાબાથી તાડદેવ સુધીના નાગરિકોને તેની માઠી અસર થશે.
મુંબઈને પાણીપુરવઠો કરતા ભાતસા બંધમાં થયેલા તાંત્રિક બગાડને કારણે દક્ષિણ મુંબઈના `એ', `બી' અને `સી' વૉર્ડની હદ એટલે કે કોલાબા, કફ પરેડ, ચર્ચગેટ, મરીન ડ્રાઈવ, ચીરાબજાર, ડોંગરી, ઉમરખાડી, ખેરવાડી, ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ અને તાડદેવ વિસ્તારમાં ઓછા દબાણથી પાણીપુરવઠો થવાની શક્યતા છે.
 

Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer