રેમો ભવ્ય રીતે બનાવવા માગે છે `સ્ટ્રીટ ડાન્સર થ્રીડી''

રેમો ભવ્ય રીતે બનાવવા માગે છે `સ્ટ્રીટ ડાન્સર થ્રીડી''
રેમો ડી'સોઝા જેના દિગ્દર્શન હેઠળ બનેલી રમેશ તૌરાનીની ફિલ્મ `રેસ-3' બૉક્સ અૉફિસ પર ખાસ ઉકાળી શકી ન હતી, જોકે હવે રેમો તેના દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મ `સ્ટ્રીટ ડાન્સર થ્રીડી'ને ખૂબ જ ભવ્ય રીતે બનાવવા માગે છે.
યોગાનુયોગે આ તેની ડાન્સ ફિલ્મોની ફ્રેન્ચાઇઝનો ત્રીજો ભાગ છે. `તમે મારી પ્રથમ બે ફિલ્મો જોઈને સમજી ગયા હશો કે હું કેવા પ્રકારની ફિલ્મો બનાવવા માગુ છું. એબીસીડીના દિગ્દર્શક અને કોરિયોગ્રાફર તરીકે ઉલ્લેખનીય કામગીરી બજાવનારા રેમો ડી'સોઝા આ ફિલ્મમાં પ્રભુ દેવાને લેવાનો છે જે એક મહાન ડાન્સર છે. 

Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer