અક્કીએ પોતાના ચાહકોને કરી શાંતિની અપીલ

અક્કીએ પોતાના ચાહકોને કરી શાંતિની અપીલ
થોડા સમય પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે અક્ષયકુમાર અભિનિત ફિલ્મ `સૂર્યવંશી' અને સલમાન ખાન સ્ટારર `ઇન્શાઅલ્લાહ' બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવાની છે.
જોકે તાજેતરમાં જ સલમાને ટ્વીટ કરી જણાવ્યું હતું કે `સૂર્યવંશી'ની રિલીઝની તારીખ બદલવામાં આવી છે પરંતુ લાગે છે કે આ વાતથી અક્ષયકુમારના ફેન્સ અકળાઈ ગયા અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ પ્રગટ કર્યો.
કેટલાક લોકો તો ફિલ્મના બહિષ્કારની પણ વાતો કરવા લાગ્યા. આ બધાની વચ્ચે અક્કીએ તેના તમામ ફેન્સને અપીલ કરી હતી કે તેઓ સોશિયલ મીડિયા પર આવી રહેલા કોઈ પણ નૅગેટિવ ટ્રેન્ડનો હિસ્સો ન બને. તેણે ટ્વીટ કરી પોતાના ફેન્શને આ અનુરોધ કર્યો હતો.

Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer