અનુરાગ કશ્યપની આગામી ફિલ્મમાં સૈયામી

અનુરાગ કશ્યપની આગામી ફિલ્મમાં સૈયામી
દિગ્દર્શક ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ `િમર્ઝ્યા' દ્વારા પોતાની બૉલીવૂડની કારકિર્દી શરૂ કરનારા એક્ટ્રેસ સૈયામી ખેર હવે અનુરાગ કશ્યપની આગામી ફિલ્મમાં કામ કરવાની છે. અનુરાગે જ્યારે તેને આ ફિલ્મ માટેની અૉફર કરી તો તેણે ખૂબ જ પ્રસન્નતાપૂર્વક તેનો સ્વીકાર કર્યો હતો.
બૉલીવૂડનાં સૂત્રો તરફથી એવી જાણકારી મળી છે કે નિર્માતા અનુરાગ કશ્યપે તાજેતરમાં જ પોતાની એક નવી પ્રોડક્શન કંપની બનાવી છે. જે હેઠળ તેણે પોતાના આગામી પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. જોકે ફિલ્મના સબ્જેક્ટ વિશેની વધુ માહિતી બહાર નથી આવી પરંતુ ચર્ચા એવી છે કે તેમાં મલયાલમ ફિલ્મોનો હીરો રોશન મેથ્યુ બીડ રોલ કરશે.

Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer