દંડ ભરશે તોપણ કરચોરોને થશે સજા

મુંબઈ, તા. 17 : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેટલીક શ્રેણીના કરચોરો પર અંકુશ મૂકવા વધુ કઠોર પગલાં લેવા માટેની તૈયારી કરી છે. જેમાં ખાસ કરીને વિદેશોમાં કાળાં નાણાં જમા કરનાર અપરાધીઓ સામેલ છે.
મોદી સરકારે કાયદામાં બદલાવ કર્યો છે, જેના હેઠળ દંડની ભારે ભરખમ રકમ ચૂકવ્યા પછી પણ ઙ્ગમોટાઙ્ખ કરચોર સજાથી બચી નહીં શકે. 
વિદેશોમાં કાળા નાણાં ઠાંસીને ભરનાર કરચોરો માટે કંપાઊંડિંગ એટલે કે મોટો દંડ ભરીને સજામાંથી બચવાની સુવિધા ખતમ કરી દેવાઈ છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (સીબીડીટી)એ 30 પાનાના સુધારેલા દિશા નિર્દેશ જારી કર્યા હતા. જે 2014માં જારી નિર્દેશોનું સ્થાન લઈ ચૂકયા છે.
સીબીડીટીની અગાઉની માર્ગદર્શિકામાં અઘોષિત વિદેશી ખાતા અને વિદેશી સંપત્તિઓ સંબંધિત અપરાધો પર મોટો દંડ ભર્યા પછી સજામાંથી છૂટ અપાઈ હતી.
વેરાદાતા તપાસમાં સહયોગ આપીને વેરા ચૂકવી દે તેવી  શરતે સજામાંથી મુક્તિ અપાઈ હતી. પરંતુ હવે આ સજામાંથી છૂટ દૂર કરી દેવાઈ છે.
હવે 2015ના કાળા નાણાં વિરોધી કાયદામાં 30 ટકા વ્યાજ અને મોટા દંડ ભરીને સજામાંથી બચવાની કરાયેલી જોગવાઈમાં સુધારો કરતાં નવા નિર્દેશો તળે સજા માફી હટાવી દેવાઈ છે.
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer