ગૃહમાં જય શ્રીરામના સૂત્રોચ્ચાર અને પ્રજ્ઞાસિંહના સોગંદનો વિવાદ

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 17 : લોકસભાના સત્રનો પ્રથમ દિવસનો પ્રારંભ ડ્રામા વગરનો નહોતો. રાજકીય વિવાદનો પણ તેમાં પડઘો પડયો હતો.
પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાયેલા ભાજપના સાંસદો બાબુલ સુપ્રિયો અને દેબશ્રી ચૌધરીએ શપથ લીધા ત્યારે જય શ્રીરામના નારા સાથે તેમને વધાવી લેવાયા હતા. જોકે, આ ઘટના વિચિત્ર છે, પરંતુ તે રાજકીય સંદર્ભ ધરાવે છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની વધી રહેલી વગ જય શ્રીરામ નારામાં પ્રતિબિંબત થતી હતી. પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કૉંગ્રેસ તથા મુખ્ય પ્રધાન મમતા બેનરજી સામે પણ તે કટાક્ષ હતો. મમતા બેનરજી અનેક પ્રસંગો દરમિયાન જય શ્રીરામના સૂત્રોચ્ચાર સામે કથિતપણે વાંધા ઉઠાવ્યા હતા.
પ્રજ્ઞાસિંહ ઠાકુરે શપથ લેતી વખતે તેમના આધ્યાત્મિક ગુરુનો નામોલ્લેખ કર્યો ત્યારે ગૃહમાં ધમાલ સર્જાઈ હતી. સંસ્કૃતમાં સોગંદ લેતી વખતે તેમણે કહ્યું કે, ઙ્ગઙ્ઘહું... સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પૂર્ણ ચેતાનંદ અવધેશાનંદ ગિરિઙ્ખ ત્યારે વિપક્ષોએ સોગંદમાં સુધારિત શબ્દો સામે વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષોએ જણાવ્યું કે સાધ્વી પ્રજ્ઞાએ સુપરત કરેલી ચૂંટણી એફિડેવિટના રેકર્ડમાં તેમના ગુરુના નામનો ઉલ્લેખ નહોતો અને નિયમો હેઠળ એ નામોલ્લેખ કરવાની પરવાનગી નથી.
ધાંધલધમાલ વચ્ચે લોકસભાના અધિકારીઓએ પ્રજ્ઞાસિંહને તેમના સોગંદમાં તેમના પિતાનું નામ ઉમેરવા જણાવ્યું હતું. પ્રો-ટેમ સ્પીકર ફાઈલો તપાસતા દેખાયા હતા. તેમણે પણ પ્રજ્ઞાસિંહને ચૂંટણી પંચ તરફથી જારી કરાયેલા વિજયના પ્રમાણપત્રને રજૂ કરવા જણાવ્યું હતું. વિપક્ષના સભ્યોને ગૃહમાં વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી. આખરે બે વિક્ષેપો બાદ પ્રજ્ઞાસિંહે ત્રીજા પ્રયાસમાં તેમની શપથવિધિની ફરજ પૂર્ણ કરી હતી.
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer