કાળિયાર શિકાર મામલે સલમાનને રાહત

સરકારની બંને અરજી રદ

જોધપુર, તા. 17 : કાળિયાર શિકાર મામલામાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનને આજે જોધપુરની અદાલતમાંથી રાહત મળી હતી. મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ જોધપુર જિલ્લાએ આજે સરકારની બંને અરજી ઉડાવી દીધી હતી.
ભારતીય દંડ પ્રક્રિયા સંહિતાની ધારા 340 અંતર્ગત બંને અરજીઓ પર આજે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જ્યારે સલમાને પણ પબ્લિક પ્રોસિક્યુટરની સામે દાખલ કરેલી ફરિયાદ પાછી ખેંચી લીધી છે. છેલ્લા 20 વર્ષથી સલમાન ખાનની સામે કાળા હરણનો શિકાર મામલો પીછો નથી છોડી રહ્યો, પરંતુ આજે મોટી રાહત મળી હતી. 2006માં સરકારે સલમાનની સામે ન્યાયાલયમાં સીઆરપીસીની ધારા 340 અંતર્ગત એક અરજી દાખલ કરતાં આક્ષેપ મૂક્યો હતો કે, સલમાને પોતાના હથિયારના લાયસન્સ સંબંધમાં એવું સોગંદનામું રજૂ કર્યું હતું, જેથી તેની સામે કેસ દાખલ કરવામાં આવે.
જો આ પ્રાર્થનાપત્ર સ્વીકાર થઈ જાત તો સલમાનની સામે ભારતીય દંડ સંહિતાની ધારા 193 અંતર્ગત મામલો નોંધાઈ જાત, જેમાં સાત વર્ષની સજાની જોગવાઈ સામેલ હતી.
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer