સુરત આરટીઓમાં ટેસ્ટ વિના જ લાઈસન્સ બનાવી

આપનારા એજન્ટ પકડાયા

અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 17 : આરટીઓમાં લાઈસન્સ મેળવવાં માટે ટેસ્ટ ડ્રાઈવ આપવી ફરજિયાત છે. ટેસ્ટ ડ્રાઈવમાં ફેઈલ થનારને બીજી વખત પરીક્ષા આપવાની રહે છે. પરંતુ, સુરતમાં પાછલા કેટલાક સમયથી ટેસ્ટ વિના જ એજન્ટ મારફત લાઈસન્સ બનાવવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. સુરત આરટીઓમાંથી 58 જેટલાં લાઈસન્સ ટેસ્ટ વિના જ બનતાં તપાસ કરતાં સમગ્ર કૌભાંડ પાછળ બે એજન્ટ હોવાનો પર્દાફાશ થયો છે. બન્નેની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતાં પાંચ દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. 
સુરત આરટીઓના ઈન્ચાર્જ પાર્થ જોશીના ધ્યાનમાં લાઈસન્સ બનાવવાનું કારસ્તાન આવતાં તેમણે તપાસ કરાવી હતી. પાર્થ જોશીએ આ મામલે ગત માર્ચ માસમાં સુરત સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વરાછાના એજન્ટ ચિરાગ સાવલિયા અને ગભેણી ગામના મોહંમદ હુસૈન શેખની ધરપકડ કરી છે.  
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer