ડિગ્રી કૉલેજ પ્રવેશનું પહેલું મેરિટ લિસ્ટ આવ્યું

જાણીતી કૉલેજોમાં કટઅૉફ 90%થી ઉપર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : મુંબઈ યુનિવર્સિટી અંતર્ગતની ડિગ્રી કૉલેજોમાં પ્રથમ વર્ષના પ્રવેશ માટેનું પહેલું મેરિટ લિસ્ટ આજે જાહેર કરાયું છે. ગુણવત્તા યાદી મુજબ આ વર્ષે બીએ, બીકૉમ, બીએસસી સહિત સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમના કટઅૉફ ઊંચા રહેવાનું જોવા મળ્યું છે. પહેલા મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય એવા વિદ્યાર્થીઓએ 18થી 20 જૂન સુધીમાં કૉલેજોમાં જઇને પોતાનો પ્રવેશ નિશ્ચિત કરી લેવાનું જણાવાયું છે. આ વર્ષે પણ પહેલા મેરિટ લિસ્ટમાં શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત કૉલેજોના કટઅૉફ 90 ટકાથી ઉપર ગયા છે. કેટલીય કૉલેજોના મેરિટ લિસ્ટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સિસમાં ગયા વર્ષની તુલનામાં સરાસરી એકથી બે ટકા વધુ છે. આ યાદી પ્રમાણે જ વિદ્યાર્થીઓને બીએ, બીકૉમ, બીએસસી, બીએમએમ, બીએમએસ, બીએસસી-આઇટી સહિતના ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મળશે. 
મીઠીબાઇ કૉલેજ : બીએ : 96 ટકા, બીકૉમ : 89.69 ટકા, બીએમએસ : આર્ટ્સ 91.17 ટકા, કૉમર્સ 95.60 ટકા, સાયન્સ 91.67 ટકા, બીએમએમ : આર્ટ્સ 94.67 ટકા, કૉમર્સ 93.40 ટકા, સાયન્સ 92.17 ટકા, બીએએફ : આર્ટ્સ 95.20 ટકા
રૂઇયા કૉલેજ : બીએ : 95.8 ટકા, બીએસસી : 86.31 ટકા, બીએમએમ : આર્ટ્સ 93.2 ટકા, કૉમર્સ 90.8 ટકા, સાયન્સ 93.6 ટકા
વિલ્સન કૉલેજ : બીએ : 85 ટકા, બીએસસી : 70 ટકા, બીએમએસ : આર્ટ્સ 87.7 ટકા, કૉમર્સ 92.4 ટકા, સાયન્સ 90 ટકા, બીએમએમ : આર્ટ્સ 93 ટકા, કૉમર્સ 93.6 ટકા, સાયન્સ 90.6 ટકા
ઝેવિયર્સ કૉલેજ : બીએ : 92.31 ટકા, બીએસસી (આઇટી) : 95 ટકા, બીએસસી (બાયોલૉજિકલ સાયન્સ) : 77.08 ટકા, બીએમએસ : 80.13 ટકા, બીએમએમ : 81.88 ટકા
એચઆર કૉલેજ : બીકૉમ : 96 ટકા, બીએમએમ : આર્ટ્સ 94.20 ટકા, કૉમર્સ 93.20 
ટકા, સાયન્સ 92 ટકા, બીએમએસ : આર્ટ્સ 90.40 ટકા, કૉમર્સ 95.60 ટકા, સાયન્સ 91.40 ટકા
રૂપારેલ કૉલેજ : બીકૉમ : 82.76 ટકા, બીએમએસ : આર્ટ્સ 76.46 ટકા, કૉમર્સ 84.30 ટકા, સાયન્સ 79.23 ટકા
કેસી કૉલેજ : બીએ : 95 ટકા, બીકૉમ : 92 ટકા, બીએસસી : 74.15 ટકા, બીએમએમ : આર્ટ્સ 95 ટકા, કૉમર્સ 94.20 ટકા, સાયન્સ 93.20 ટકા
જય હિંદ કૉલેજ : બીએ : 93 ટકા, બીકૉમ : 90 ટકા, બીએસસી : 70 ટકા
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer