એડીબીએ પાકિસ્તાનને મદદ નકારી

3.4 અબજ ડોલરની મદદની ઘોષણા કર્યા બાદ ઇસ્લામાબાદ શરમમાં મુકાયું

ઈસ્લામાબાદ, તા. 17 : એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)એ 3.4 અબજ ડોલરની મદદ આપવાનો ઈન્કાર કરી દેતાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મુકાવું પડયું છે.
વડાપ્રધાન ઈમરાન ખાનના આર્થિક સલાહકાર ડો. અબ્દુલ હફિઝ શેખે ટ્વિટર પરથી જણાવ્યું હતું કે, એડીબીના બે વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમની બેઠક થઈ છે.
એડીબી પાકિસ્તાનને બજેટ સહયોગ રૂપે રૂા. 3.4 અબજ ડોલર આપશે, જેની મદદથી અમે અર્થવ્યવસ્થામાં સુધાર અને સ્થિરતા લાવવાની કોશિશ કરીશું તેવું તેમણે ઉમેર્યું હતું.
એટલું જ નહીં, પરંતુ ડો. શેખે એવું પણ કહી દીધું હતું કે, એશિયન ડેવલપમેન્ટ બેઠક બે અબજ ડોલર તો ચાલુ નાણાકીય વર્ષમાં જ આપી દેશે.
પાકના અખબાર ડોનના અહેવાલમાં જણાવાયું છે કે, હકીકતમાં એડીબી તરફથી આવી કોઈ મદદ મળવાનું નક્કી જ થયું નથી એ પહેલાં જ આવી ઘોષણા કરીને પાકિસ્તાનને શરમની સ્થિતિમાં મુકાવું પડયું છે.
બીજી તરફ, ઈસ્લામાબાદ સ્થિત એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)ના કાર્યાલયે પાક સરકારની ઘોષણાને નકારી દેતાં કહ્યું હતું કે, હજુ પાકને આટલી આર્થિક મદદ કરવાનો કોઈ નિર્ણય જ લેવાયો નથી.
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer