ઍરટેલ, વોડાફોન-આઈડિયાને 3050 કરોડ રૂપિયાનો દંડ

ઍરટેલ, વોડાફોન-આઈડિયાને 3050 કરોડ રૂપિયાનો દંડ
નવીદિલ્હી, તા.17: દૂરસંચાર વિભાગ (ડીઓટી)એ દેશની પ્રમુખ ટેલિકોમ કંપની એરટેલ અને વોડાફોન-આઈડિયા ઉપર 3050 કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકાર્યો છે. આ કંપનીઓ ઉપર રિલાયન્સ જીયોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી નહીં પાડવા સબબ આ દંડ લાદવામાં આવ્યો છે. દૂરસંચાર વિભાગની મુખ્ય નિર્ણાયક વ્યવસ્થા ડિજીટલ કોમ્યુનિકેશન કમિશન (ડીસીસી)એ આ નિર્ણય લીધો છે. જો કે પંચે કંપનીઓની નાણાકીય ખોટને ધ્યાને રાખતા દંડ ફટકારવા અંગે ટ્રાઈનો અભિપ્રાય પણ માગ્યો છે. કમિશન દ્વારા રિલાયન્સ જીઓ ઉપર કોઈ દંડ લગાવવાનો ઈનકાર કરવામાં આવ્યો છે.

Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer