ભારત નહીં એન્ટીગુઆમાં પૂછપરછ કરી શકે છે સીબીઆઈ : મેહુલ ચોક્સી

ભારત નહીં એન્ટીગુઆમાં પૂછપરછ કરી શકે છે સીબીઆઈ : મેહુલ ચોક્સી
મુંબઈ, તા. 17 : પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સીએ કહ્યું છે કે તે બિમારીના કારણે ભારત નહી આવી શકે. તપાસ એજન્સીઓ ઈચ્છે તો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પૂછપરછ કરી શકે છે. ચોક્સીએ નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, સીબીઆઈ અને ઈડી એન્ટીગુઆ આવીને પણ પૂછપરછ કરી શકે છે.  મેહુલ ચોક્સીના વકીલે મુંબઈ હાઈકોર્ટમાં  સોમવારે સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે, ચોક્સી સારવાર માટે એન્ટીગુઆમાં છે ભારતમાંથી ભાગ્યો નથી. સોગંદનામામાં એમ પણ કહ્યું હતું કે, ચોક્સી તપાસમાં પુરી રીતે સહયોગ કરવા તૈયાર છે. કોર્ટને યોગ્ય લાગે તો તપાસ કરનારા અધિકારીઓ એન્ટીગુઆમાં પૂછપરછ કરી શકે છે.  

Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer