પાક અને ચીને 1 વર્ષમાં અણુશત્ર જથ્થો વધાર્યો, ભારતનો યથાવત

પાક અને ચીને 1 વર્ષમાં અણુશત્ર જથ્થો વધાર્યો, ભારતનો યથાવત
નવી દિલ્હી, તા. 17: પાકિસ્તાન અને ચીને છેલ્લા એક વર્ષમાં અણુશત્રોનું ઉત્પાદન ચાલુ રાખ્યું છે અને તેમના અુણુશત્ર જથ્થાને વધાર્યો છે, બીજી તરફ ભારતે 18ના આરંભે તેની પાસે અણુશત્રોનો જે જથ્થો હતો તે જ જાળવી રાખ્યો છે. પાકિસ્તાન પાસે તેના શત્રાગારમાં 150-160 અણુશત્રો છે,  ચીન 290 તેની પાસે અણુશત્રો હોવાનો દાવો કરે છે, જ્યારે ભારત 130-140 બોમ્બ હોવાનું આજે જારી થયેલા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિ. (સિપરી) યરબુક, 2019માં જણાવાયું છે. 
19ના આરંભે ચીન 280 અણુબોમ્બ ધરાવતું હતું પરંતુ હવે વધીને 290 થયા છે, એ જ રીતે પાકનો જથ્થો 140-150 માંથી વધીને 150 -160 જેવો થયો છે, ઈઝરાયલનો 80માંથી 80-90 થયો છે તો ઉત્તર કોરિયાનો 10-20માંથી બમણો થઈ 20-30 થયો છે.
સિપરીની યર બુક 2019માં એવો દાવો થયો છે કે 19ના આરંભે (વિશ્વમાં) અણુ શત્રોની  કુલ સંખ્યા હતી તેમાં ખરેખર 18 કરતા વધારો થયો છે. નવ દેશો-અમેરિકા, રશિયા, યુકે, ફ્રાન્સ, ચીન, ભારત, પાક, ઈઝરાયલ અને ઉ. કોરિયા- આશરે 13,865 અણુશત્રો ધરાવે છે, જે 18ના આરંભે હતો (14,465)કરતા છસો ઘટયો છે. અણુશત્રોની એકંદર સંખ્યામાં ઘટાડો થયો છે તે મુખ્યત્વે રશિયા અને અમેરિકાના કારણે છે-જે બેઉ મળીને તમામ અણુશત્રોના 90 ટકા ધરાવે છે.

Published on: Tue, 18 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer