શિલ્પા શેટ્ટી કરશે રૂપેરી પરદે પુનરાગમન

શિલ્પા શેટ્ટી કરશે રૂપેરી પરદે પુનરાગમન
લગભગ દાયકા પહેલાં ફિલ્મ `અપને' અને `લાઈફ ઇન એ મેટ્રો'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફરીથી સિનેમાના મોટા પરદા પર આવવાની તૈયારી કરે છે. શિલ્પાના જણાવ્યા મુજબ તેની પાસે અત્યારે કેટલીક સારી પટકથા આવી છે અને તે વહેલી તકે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરશે.
ફિટનેસ અને ટીવી પરના રિયાલિટીઝ શોના નિર્ણાયક તરીકે પ્રેમ સતત પસાર માધ્યમોમાં છવાયેલી રહેતી શિલ્પાએ 1993માં અબ્બાસ-મસ્તાન દિગ્દર્શિત અને શાહરૂખ ખાન - કાજોલ અભિનિત ફિલ્મ `બાજીગર' દ્વારા બૉલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ 44 વર્ષીય અભિનેત્રીએ બિઝનેસમૅન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સંન્યાસ લઈ લીધો હોવાની ચર્ચા સંભળાતી હતી.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer