ઇજાની સમસ્યાથી ટીમ ઇન્ડિયા પરેશાન

ઇજાની સમસ્યાથી ટીમ ઇન્ડિયા પરેશાન
વિજય શંકરને નેટમાં ઇજા થઇ
 
ભુવનેશ્વર હજુ એક સપ્તાહ સુધી રમી નહીં શકે

સાઉથમ્પટન તા.20: ઇજાની સમસ્યાથી પરેશાન ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇન ફોર્મ ઓપનિંગ બેટસમેન શિખર ધવન તો અંગૂઠાના ફ્રેકચરની લીધે વર્લ્ડ કપમાંથી બહાર થઇ ચૂકયો છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ હજુ અનફિટ છે. તેવામાં હવે યુવા ઓલરાઉન્ડર વિજય શંકર નેટ પ્રેકટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. રિપોર્ટ અનુસાર બુધવારે અભ્યાસ સત્ર દરમિયાન વિજય શંકરના પગના અંગૂઠામાં દડો લાગ્યો હતો. આથી તે દર્દથી કણસવા માંડયો હતો. જો કે ટીમ મેનેજમેન્ટ સાથેના સૂત્રમાંથી જાણવા મળતી માહિતી અનુસાર શંકરની ઇજા ગંભીર નથી તેને ફકત 24 કલાકનો જ વિશ્રામ લેવો પડશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વિજય શંકરે પાકિસ્તાન સામેના મહત્વના મેચમાં 2 વિકેટ લઇને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. 
ટીમ ઇન્ડિયામાંથી જાણકારી અનુસાર ભુવનેશ્વરને જલ્દીથી ફિટ કરવા માટે  ફિઝીયો પેટ્રિક ફરહાર્ટ સતત મહેનત કરી રહયા છે. ટીમના સ્ટ્રેંથ અને કન્ડીશનિંગ કોચ શંકર બસૂએ જણાવ્યું હતું કે ભુવીને ઇજા પર સતત નજર રખાઇ રહી છે. એવું જાણવા મળે છે કે ભુવનેશ્વર ઇંગ્લેન્ડ સામે 30 જૂને રમાનાર મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer