વિશ્વ કપની સૌથી ધીમી વિકેટ પર કિવિ કેપ્ટનની શ્રેષ્ઠ ઇનિંગ

વિશ્વ કપની સૌથી ધીમી વિકેટ પર કિવિ કેપ્ટનની શ્રેષ્ઠ ઇનિંગ
આફ્રિકા સામે ધીમી પિચ પર રમવાનો અનુભવ કામ આવ્યો : વિલિયમ્સન

બર્મિગહામ, તા.20: વિશ્વ કપની સૌથી ધીમી પિચ પર અણનમ સદી કરીને ન્યુઝીલેન્ડને દ. આફ્રિકા સામે રોમાંચક જીત અપાવનાર કેપ્ટન કેન વિલિયમ્સનનું માનવું છે કે અહીં ધીમી પિચ પર રમવાનો અનુભવ કામ આવ્યો. ગઇકાલના મેચમાં દ. આફ્રિકાએ 49 ઓવરના મેચમાં 6 વિકેટે 241 રન કર્યાં. આખરી ઓવર સુધીની રસાકસી બાદ ન્યુઝીલેન્ડે માત્ર ત્રણ દડા બાકી રાખીને 6 વિકેટે 245 રન કરીને 4 વિકેટે રોમાંચક જીત મેળવી હતી. મેન ઓફ ધ મેચ કિવિ કેપ્ટન કેન વિલિયમ્સન 138 દડામાં 9 ચોકકા અને 1 છકકાથી 106 રન કરીને અણનમ રહયો હતો. તેણે માર્ટિન ગુપ્ટિલ સાથે બીજી વિકેટમાં 60 રનની અને ઓલરાઉન્ડર કોલિન ડિ' ગ્રાંડહોમ સાથે છઠ્ઠી વિકેટમાં 91 રનની વિજયી ભાગીદારી કરી હતી. ગ્રાંડહોમે 47 દડામાં 5 ચોકકા અને 2 છકકાથી 60 રન કર્યાં હતા. વધુ એક હારથી દ. આફ્રિકા હવે સેમિની રેસમાંથી બહાર થઇ ગયું છે.
મેચ બાદ વિલિયમ્સને કહયું નીચેના ક્રમમાં ગ્રાંડહોમ સાથેની ભાગીદારી મહત્વની રહી. અમારા માટે આ સ્થિતિનો અનુભવ ફાયદામાં રહયો. શું આ તમારી સર્વશ્રેષ્ઠ ઇનિંગ પૈકિની એક હતી. તો તેણે કહયું હું મારી ઇનિંગને ક્રમ આપવો પસંદ કરતો નથી. મારું લક્ષ્ય ફકત ટીમની જીતમાં યોગદાન આપવાનું હોય છે. જો કે વિવેચકો વર્તમાન વિશ્વ કપમાં વિલિયમ્સનની ઇનિંગની અત્યાર સુધી રમાયેલા મેચની શ્રેષ્ઠ ઇનિંગ ગણી રહયા છે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer