કોહલીસેના રંગ બદલશે ઇંગ્લેન્ડ સામે ઓરેન્જ જર્સીમાં જોવા મળશે

કોહલીસેના રંગ બદલશે ઇંગ્લેન્ડ સામે ઓરેન્જ જર્સીમાં જોવા મળશે
લંડન, તા.20 : વર્લ્ડ કપના અમૂક મેચમાં ટીમ ઇન્ડિયા તેના ઓરિજનલ બ્લ્યૂ કલરના બદલે ઓરેન્જ જર્સીમાં જોવા મળી શકે છે. ભારતીય ટીમનો હવે પછીનો મેચ 22મીએ અફઘાનિસ્તાન સામે અને 30મીએ યજમાન ઇંગ્લેન્ડ સામે છે. હવે એવા રિપોર્ટ છે કે અફઘાનિસ્તાન સામે શનિવારે રમાનારા મેચમાં ટીમ ઇન્ડિયા વૈકલ્પિક ઓરેન્જ કલરની જર્સીમાં મેદાને પડી શકે છે. અથવા તો ઇંગ્લેન્ડ સામેના મેચમાં કોહલીસેનાનો રંગ ઓરેન્જ હશે. આવું એટલા માટે થઇ રહયું છે, કારણ કે અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમની જર્સીનો કલર પર બ્લ્યૂ છે. આઇસીસીના નિયમ અનુસાર કોઇ પણ મેચમાં, જેનું પ્રસારણ ટીવી પર થઇ રહયું હોય, તેમાં બન્ને ટીમના ડ્રેસનો કલર એક સમાન હોવો જોઇએ નહીં. આ નિયમ ફૂટબોલના `હોમ અને અવે' મુકાબલામાં પહેરાતી જર્સીમાંથી પ્રેરિત થઇને આઇસીસીએ બનાવ્યા છે.
ટીમ ઇન્ડિયાની જર્સીનો રંગ બ્લ્યૂ છે અને તેના કોલર પર ભગવા રંગની પટ્ટી છે. એવું માનવામાં આવે છે કે ઇંગ્લેન્ડ સામેના મેચમાં આથી ઉલટું હશે. ભારતની જર્સી ભગવા એટલે કે ઓરેન્જ રંગની હશે અને કોલર બ્લ્યૂ રંગના હશે. ઇંગ્લેન્ડની ટીમ યજમાન દેશની ટીમ હોવાથી તેને જર્સી બદલાવી પડશે નહીં. તેને દરેક મેચમાં આછા બ્લ્યૂ રંગની જર્સીમાં જ રમવાની છૂટ મળી છે. રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયા પાસે બુધવાર સુધી ઓરેન્જ કલરની જર્સી પહોંચી નથી. આથી એ જોવું રસપ્રદ બની રહેશે કે આગામી અફઘાનિસ્તાન સામેના મેચમાં કોહલીસેનાનો રંગ કેવો રહેશે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer