પિચ પણ આપને મિસ કરશે શિખર પર પીએમ મોદીનું ટિવટ

પિચ પણ આપને મિસ કરશે શિખર પર પીએમ મોદીનું ટિવટ
વિશ્વકપ છોડતા ધવન ભાવુક : ચાહકો માટે વીડિયો શેર કર્યો

નવી દિલ્હી, તા.20 : ટીમ ઇન્ડિયાને શિખર ધવનના રૂપમાં મોટો ફટકો પડયો છે. ઓસ્ટ્રેલિયા સામે ડાબા હાથના અંગૂઠામાં થયેલા હેરલાઇન ફ્રેકચરને કારણે ધવન વર્લ્ડકપની બાર થઇ ગયો છે. આ પછી શિખર ધવને ટ્વિટર પર પોતાનો એક વીડિયો શેર કર્યો, જેમાં તે ભાવુક દેખાઇ રહ્યો છે અને ઇજાના કારણે ટૂર્નામેન્ટની બહાર થવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. ધવને કહ્યું કે, હવે તે સાજો થઇને પોતાની આગામી મુકાબલાની તૈયારી કરશે.
54 સેકન્ડના આ વીડિયોમાં શિખર ધવને કહ્યું કે, મારા ચાહકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા આ વીડિયો બનાવી રહ્યો છું. હું આ વર્લ્ડકપમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા ઇચ્છતો હતો, પરંતુ મારો અંગૂઠો રિકવર ન થઇ શકયો અને તેને પગલે મારે બહાર થવું પડયું છે. તમે મારા પ્રત્યે જે પ્રેમ અને પ્રાર્થનાઓ કરી તેના માટે બધાનો આભાર. શિખરે કહ્યું કે, હવે મારે પાછું ફરવું પડશે અને મારે આગામી મુકાબલા માટે તૈયાર થવું પડશે. ધવને ટીમ ઇન્ડિયાની પ્રસંશા કરી અને ખેલાડીઓનો ઉત્સાહ પણ વધાર્યો. તેણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે આપણા ખેલાડી ટીમ માટે શાનદાર રમત બતાવશે અને આ વર્લ્ડકપને જીતશે. તેણે ચાહકોને અપીલ કરી કે અમને તમારો સપોર્ટ અને દુઆ કરતા રહો. તે અમારા માટે ઘણું પ્રિય છે. તમારા સપોર્ટ અને પ્રેમ માટે થેન્ક યું, જયહિન્દ.
ઇજાને લીધે વર્લ્ડ કપની બહાર થઇ જનાર ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિવટ કર્યું છે. પીએમ મોદીએ આ ટિવટમાં કહયું છે કે પ્રિય શિખર ધવન એ વાતમાં કોઇ શક નથી કે આપની રમતને પિચ પણ મિસ કરશે. આપ જલ્દી ઠીક થઇ જાવ અને મેદાન પર વાપસી કરીને દેશની જીતમાં ફરી એકવાર મહત્વની ભૂમિકા ભજવો તેવી શુભકામના.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer