એનસીડેક્સમાં ખોળમાં નીચલી સર્કિટ

એરંડા,ચણા વાયદામાં ઊંચા કારોબાર 

મુંબઇ, તા. 20 : એનસીડેક્સમાં આજે  ખોળમાં 3થી 4 ટકાની નીચલી સર્કિટ લાગી. એરંડા 273 કરોડ ,ચણા 255 કરોડના કારોબાર સાથે ટોચ પર રહ્યા હતા.  
જવ, એરંડા,ચણા, ગુવારગમ, જીરું,સરસવ, સોયાબીનના ભાવ વધીને બંધ રહ્યા હતા.   ખોળ,  ધાણા, ગુવારસીડ,કપાસ, સોયાતેલ,હળદરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. એરંડાના ભાવ 5370 રૂપિયા ખૂલી 5390 રૂપિયા, ચણા 4201 રૂપિયા ખૂલી 4203 રૂપિયા,  કપાસિયા ખોળના ભાવ 2796 રૂપિયા ખૂલી 2840 રૂપિયા, ધાણા 6850 રૂપિયા ખૂલી 6682 રૂપિયા, ગુવારગમ 8556 રૂપિયા ખૂલી 8568 રૂપિયા, ગુવાર સીડના ભાવ 4232.50 રૂપિયા ખૂલી  4235.50 રૂપિયા,જીરુંના ભાવ 17,580 રૂપિયા ખૂલી 17,530 રૂપિયા, કપાસના ભાવ 1134 રૂપિયા ખૂલી 1147 રૂપિયા, સરસવ 3902 રૂપિયા ખૂલી 3902 રૂપિયા, સોયાબીનના ભાવ 3585 રૂપિયા ખૂલી 3631 રૂપિયા, સોયાતેલ 760.25 રૂપિયા ખૂલી 760.40 રૂપિયા અને હળદરના ભાવ 6380  રૂપિયા ખૂલી 6352 રૂપિયા બંધ રહ્યા હતા.  
એરંડાનાં વાયદામાં કુલ 50,230 ટન, ચણામાં 60,000 ટન, કપાસિયા ખોળમાં 52,220  ટન, ધાણામાં 4540 ટન,  ગુવાર ગમમાં 11,365 ટન, ગુવાર સીડમાં 43,850 ટન, જીરુંમાં  2370 ટન, કપાસનાં વાયદામાં 952 ગાડી, સરસવમાં 32,590 ટન, સોયાબીનમાં 43,870 ટન, સોયાતેલમાં 13,350 ટન તથા હળદરમાં 4230 ટનના કારોબાર નોંઘાયા હતા. 
એરંડામાં 273 કરોડ, ચણામાં 255 કરોડ, કપાસિયા ખોળમાં 149 કરોડ, ધાણામાં 31 કરોડ, ગુવાર ગમમાં 98 કરોડ, ગુવાર સીડમાં 188 કરોડ, જીરુંમાં 41 કરોડ, કપાસમાં 22 કરોડ, સરસવમાં 129 કરોડ, સોયાબીનમાં 159 કરોડ, સોયાતેલમાં 98 કરોડ તથા હળદરના વાયદામાં 28 કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે પ્રથમ સત્રનાં કારોબારને અંતે કુલ 25,156 સોદામાં કુલ 1472 કરોડ રૂપિયાના વેપાર થયા હતા.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer