એચડીએફસી એપોલો મ્યુનિક હૅલ્થમાં 51.2 ટકા હિસ્સો ખરીદશે

એચડીએફસી એપોલો મ્યુનિક હૅલ્થમાં 51.2 ટકા હિસ્સો ખરીદશે
મુંબઈ, તા.20 : હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) અપોલો મ્યુનિક હૅલ્થ ઈન્સ્યોરન્સમાં 51.2 ટકા હિસ્સો હસ્તગત કરશે, ત્યારબાદ તેને જનરલ ઈન્સ્યોરન્સ કંપની એચડીએફસી અર્ગોમાં મર્જ કરવામાં આવશે. બે તબક્કાના આ ટ્રાન્ઝેક્શન નિયામકની મંજૂરીને આધિન છે. આ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય રૂા.1347 કરોડ હશે. એચડીએફસી અપોલોને શૅરદીઠ રૂા.73.2 ચૂકવશે. 
એચડીએફસીએ કહ્યું કે, એચડીએફસી લિ. અને અપોલો હૉસ્પિટલ્સ ગ્રુપની તાજેતરમાં થયેલી મિટિંગમાં આ સોદાને મંજૂરી મળી હતી. એચડીએફસી અપોલો ગ્રુપની અપોલો મ્યુનિક હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી 50.8 ટકા હિસ્સો રૂા.1336 કરોડમાં અને અમુક કર્મચારીઓનો 0.4 ટકા હિસ્સો રૂા.10.84 કરોડમાં ખરીદશે. 
વધુમાં મ્યુનિક હેલ્થ જર્મની અપોલો હૉસ્પિટલ્સ અને અપોલો એનર્જી સાથે સંયુક્ત સાહસ છૂટું થતાં રૂા.294 કરોડની ચૂકવણી કરશે. પહેલા તબક્કામાં અપોલો મ્યુનિક એચડીએફસીની સબસિડિયરી હશે અને બીજા તબક્કામાં તેને એચડીએફસી અર્ગો જનરલ ઈન્સ્યોરન્સ સાથે મર્જ કરવામાં આવશે. 
એચડીએફસીના ચૅરમૅન દીપક પારેખે કહ્યું કે, મર્જરથી એચડીએફસી અર્ગો મજબૂત ઈન્સ્યોરન્સ ફ્રેન્ચાઈઝ બનશે. ત્વરિત કામકાજ નહીં થાય, પરંતુ નવ મહિનામાં અમને દરેક મંજૂરીઓ મળી શકે છે. એચડીએફસી અર્ગોનો આઈપીઓ આ વર્ષે અથવા આવતા વર્ષે આવશે. 
આ કંપનીને હસ્તગત કરવાના ફાયદા ગણાવતા પારેખે કહ્યું કે, જનરલ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં અકસ્માત અને આરોગ્ય વીમાનો હિસ્સો આગામી પાંચ વર્ષમાં 30 ટકાથી વધીને 39 ટકા થઈ મોટર ઈન્સ્યોરન્સને પાછળ મૂકશે. અપોલો મ્યુનિક હૅલ્થ ઈન્સ્યોરન્સના ચૅરપર્સન અને અપોલો હૅસ્પિટલના વાઈસ ચૅરપર્સન શોભના કામિનેનીએ કહ્યું કે, રોકાણ છૂટું કરીને એકત્ર થનારા ભંડોળથી અમારા મુખ્ય હૅલ્થકૅર બિઝનેસમાં મૂડીરોકાણ છૂટું કરવાથી વૃદ્ધિ કરી શકીશું. 
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer