આવકવેરા અને જીએસટી રિટર્નમાં ગરબડ

આવકવેરા અને જીએસટી રિટર્નમાં ગરબડ
5000થી વધુ નિકાસકારો ઉપર તવાઈ

નવી દિલ્હી, તા.21 : સરકારનાં રડારમાં પાંચ હજારથી વધુ નિકાસકારો આવ્યા છે, કારણ કે આ નિકાસકારોના કસ્ટમ્સના આંકડા આવક વેરા રિટર્ન સાથે મેળ ખાતા નથી, જ્યારે અન્ય 3 ટકા ટ્રેડર્સ જીએસટી ફાઈલિંગમાં મિસમેચ હોવાથી રડારમાં છે. 
સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બૉર્ડ અૉફ ઈનડાયરેક્ટ ટૅક્સ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ આદેશ જાહેર કર્યો કે નિકાસકારોના ઈન્ટિગ્રેટેડ જીએસટી ચુકવણીના રિફંડની તપાસ કરવામાં આવે. 
એક કર અધિકારીએ કહ્યું કે, અમે દરેક કન્સાઈમેન્ટને ખોલી નથી રહ્યા તેમ જ રિફંડને પણ અટકાવી રહ્યા નથી, પરંતુ અમૂક કેસમાં તપાસ થઈ રહી છે. જે ટ્રેડરના ટ્રાન્ઝેક્શન ખરા હોય તેમણે ચિંતા કરવાની જરૂર નથી. 12 લાખ જેટલા રજિસ્ટર્ડ નિકાસકારો અને આયાતકારો છે, જેમાંથી 1.5 લાખ જેટલા સક્રિય છે. આ 1.5 લાખમાંથી પાંચ બજારથી વધુ આવકવેરા વિભાગની તપાસ હેઠળ આવ્યા હોવાનું અધિકારીએ કહ્યું હતું. 
જીએસટી ડેટાબેઝ સાથે આવક વેરા અને કસ્ટમ્સ વિભાગની માહિતી કરચોરી પકડી પાડવામાં મદદ મળે છે. મહેસૂલ વિભાગે નક્કી કર્યું છે કે તે હવે કરચોરી પકડવા માટે ડેટા મેમિંગની મદદ લેવાશે.
સીબીઆઈસીનું વિશ્લેષણ દર્શાવે છે કે મોટા ભાગની મુશ્કેલીઓ નાના નિકાસકારો દ્વારા ઊભી થાય છે, ખાસ કરીને એકાદ વ્યક્તિ અથવા ભાગીદારીની કંપની હોય તેમાં આવા પ્રકારના કેસ વધુ જોવા મળે છે. ગત નાણાકીય વર્ષમાં 85 ટકા એન્ટિટી એવી હતી જેમણે આયાત કરી હોય અને એન્ટ્રી 24 બિલથી પણ ઓછી હોય. 60 ટકા આયાત વાર્ષિક પાંચ કન્સાઈમેન્ટ દ્વારા દર્શાવવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગના આંકડા મુજબ 60 ટકા આયાતકારો વ્યક્તિ અથવા કંપનીઓ સક્રિય આયાતકાર તરીકે છે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer