સોનામાં લાલચોળ તેજી પાંચ વર્ષની ટોચે

સોનામાં લાલચોળ તેજી પાંચ વર્ષની ટોચે
મુંબઈ, તા.20 : યુએસ ફેડરલ રિઝર્વ આ વર્ષ પછી વ્યાજ દર ઘટાડશે એવા સંકેત મળતાં સોનાનો ભાવ પાંચ વર્ષની ઉપલી સપાટીએ હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)માં અૉગસ્ટ કૉન્ટ્રેક્ટ 2.5 ટકા વધીને રૂા.33,900ના સ્તરે હતા. 
યુએસ સેન્ટ્રલ બૅન્કે બુધવારે સંકેત આપ્યો કે જુલાઈ મહિનાથી વ્યાજ દરમાં ઘટાડો કરશે. તેમણે કહ્યું કે, વૈશ્વિક ધોરણે વધતી લડત સામે અમે તૈયાર છે અને વેપારની ચિંતા વધવાથી અને નબળા ફુગાવાને લીધે સ્થાનિક અર્થતંત્રમાં જોખમ છે. 
ઓછા વ્યાજ દરથી ઉપજ વિનાની બુલિયનનો ખર્ચ વધે છે અને ડૉલર ઉપર દબાણ આવે છે, જેથી રોકાણકારો માટે અન્ય ચલણમાં સોનુ સસ્તું પડે છે. અમેરિકાનો ડૉલર નબળો પડયો હતો જ્યારે 10 વર્ષની યુએસ યિલ્ડ  નવેમ્બર 2016માં પહેલી વખત બે ટકાથી પણ ઓછી થઈ હતી. તે વખતે ધારણા હતી કે મુખ્ય કેન્દ્રિય બૅન્કો પોલિસીને સરળ બનાવશે. 
સિંગાપોરમાં હાજર ડિલિવરી માટેનો બુલિયન 2.5 ટકા વધીને પ્રતિ ઔંસ 1,394.11 ડૉલર થયો હતો, જે સપ્ટેમ્બર 2013 પછી સૌથી વધુ છે, જ્યારે ન્યુ યોર્કમાં વાયદો પ્રતિ ઔંસ 1400 ડૉલરની નજીક હતો, જે વર્ષ 2013 પછી સૌથી વધુ છે. સ્પોટ ગોલ્ડ પ્રતિ ઔંસ 1404 ડૉલર થશે, કેમ કે 1371 ડૉલરનું રેસિસટન્ટ સ્તરને પાર કર્યું છે, એમ રયુટર્સના ટેકનિકલ એનાલિસ્ટ વાંગ ટાતોએ કહ્યું હતું. 
જ્યોજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના કોમોડિટી રિસર્ચના હેડ હરેશ વીએ કહ્યું કે, ભૂરાજકીય તણાવ વધવાથી છેલ્લા ચાર અઠવાડિયાથી સોનું સકારાત્મક ટ્રેડ થઈ રહ્યું છે અને અમેરિકા-ચીનના નબળા આર્થિક સંકેતોને લીધે સોનુ ફરી સુરક્ષિત બન્યું છે. ટ્રેડવોરની ચિંતાની વચ્ચે નબળી વૈશ્વિક માગને લીધે રોકાણકારો સોના તરફ વળ્યા છે. 
મોતિલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના કોમોડિટી અને કરન્સી હેડ કિશોર નરનેએ કહ્યું કે, વર્ષ 2019ની શરૂઆતથી સોનામાં મંદી હતી પરંતુ છેલ્લા એક મહિનાથી સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અમૂક મુખ્ય ખરીદીમાં કોન્સોલિડેશનનો તબક્કો આવશે જેમાં કેન્દ્રિય બૅન્કોનો પણ સમાવેશ થાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના રિપોર્ટ મુજબ ચીન, ભારત અને કઝાકિસ્તાન સમાવિષ્ટ એશિયાની અને રશિયા, પોલેન્ડ અને હંગેરી સમાવિષ્ટ યુરોપમાં અમૂક કેન્દ્રિય બૅન્કો ગોલ્ડની ખરીદી કરશે, પરંતુ તે ઓછી માત્રામાં હશે. આની અસર ભાવ ઉપર પડશે નહીં. 
રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ માનતા અને વૈશ્વિક વૃદ્ધિ ચીન-અમેરિકા ટ્રેડ વોરની ચિંતાને લીધે મે મહિનામાં સોનાની ખરીદી વધી હતી. વિશ્લેષકો અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોર ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer