ઈન્ટરપોલના પૂર્વ પ્રમુખે લાંચ લેવાનો આરોપ કબૂલ્યો

પેઈચિંગ, તા. 20 : ઈન્ટરપોલના પૂર્વ પ્રમુખ મેંગ હોંગવેઈએ 21 લાખ ડોલરની લાંચ લેવાનો આરોપ કબુલી લીધો છે. ચીનના સરકારી મિડિયાના કહેવા પ્રમાણે કોર્ટમાં સુનાવણી દરમિયાન મેંગે અપરાધ કબુલ્યો હતો. સુનાવણી પુરી થયા બાદ હવે આ મામલે અદાલત દ્વારા નિયત તારીખે સજાનો ચૂકાદો સંભાળાવવામાં આવશે. તિયાનજિનની એક અદાલતના કહેવા પ્રમાણે મેંગે પોતાના અપરાધ ઉપર પસ્તાવો વ્યક્ત કર્યે હતો. 2016માં મેંગ ઈન્ટરપોલના અધ્યક્ષ ચૂંટાયા હતા. પરંતુ તેઓના ચાર વર્ષના કાર્યકાળમાં કાપ મુકવામાં આવ્યો હતો અને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મેંગની ચીનમાં ધરપકડ થઈ હતી. 
Published on: Fri, 21 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer