અનંતનાગના આતંકી હુમલામાં વપરાઈ ચીની બનાવટની પોલાદની ગોળીઓ

બુલેટપ્રૂફ જેકેટ વિંધી જવાનને ઈજા કરતી ગોળીના વપરાશથી સત્તાવાળાઓ ચિંતિત

નવી દિલ્હી, તા.20: ગઈ તા.બારમીએ અનંતનાગમાં સીઆરપીએફ પરના આતંકી હુમલાની તપાસમાં એવું બહાર આવ્યુ છે કે સુરક્ષાકર્મીઓને તીવ્ર ઈજા કરવાને આતંકીઓએ ચીની બનાવટની સ્ટીલની બુલેટ્સ વાપરી હતી. આવી ગોળીઓ જવાનના બુલેટપ્રુફ જેકેટને વિંધીને આરપાર નીકળી જઈ તેઓને ઈજા કરતી હોય છે. ભારતીય સત્તાવાળાઓ આને ગંભીર મુદ્દો ગણે છે. વીઆઈપી સુરક્ષા માટે બુલેટપ્રુફ વાહનો વપરાતા આવ્યા છે અને હવે  જેકેટને ય વિંધી જઈ શકતી પોલાદની બુલેટ્સનો મુદ્દો જોતાં સત્તાવાળાઓને તમામ વીઆઈપી સલામતીના સીનારીઓની સમીક્ષા જરૂરી જણાય છે. 
એ હુમલાના વળતા જવાબમાં રાજ્ય પોલીસ અને સીઆરપીએફની સંયુકત ટુકડીએ આતંકીને ખત્મ કર્યો તે સ્થળેથી એકે 47 અને સ્ટીલ બુલેટ્સ હાથ કરી હતી. તપાસમાં જણાયું કે પાકની આઈએસઆઈ અને આતંકી જૂથ જૈશ એ મોહમ્મદે સુરક્ષાકર્મીઓને નિશાન બનાવવા રાજ્યમાંના આતંકીઓને પોલાદની ગોળીઓ પૂરી પાડી હતી. આવી બુલેટ્સ એકે 47 રાઈફલમાં વાપરી શકાય છે અને મેગેઝીનમાં એક સાથે બેથી ત્રણ રાખી શકાય છે. જમ્મુ કાશ્મીરમાં ભારતવિરોધી તમામ મોટા કૃત્યોમાં આવી બુલુટ્સ વાપરતું આવ્યુ છે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer