દેશમાં અડધાથી વધુ લોકોએ આધાર સાથે નથી જોડયો પાન

24.90 કરોડ પાનને આધાર સાથે જોડવાની પ્રક્રિયા પૂર્ણ

નવી દિલ્હી, તા. 20 : આવકવેરા રીટર્ન ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે પરંતુ અડધાથી પણ વધારે લોકોએ હજી સુધી પોતાના પાનને આધાર સાથે જોડયો નથી. 2019ના નાણાકીય વર્ષ સુધીમાં કુલ 44.57 કરોડ પાન જારી કરવામાં આવ્યા છે. જેમાંથી 24.90 કરોડ લોકોએ પાનને આધાર સાથે જોડવાની પ્રક્રિયા પૂરી કરી છે. 
સુપ્રીમ કોર્ટે ઇન્કમ ટેક્સ રીટર્નમાં આધારને કાયદાકીય રીતે જરૂરી અને પાનને આધાર સાથે જોડવા માટે 31 માર્ચ 2019 સુધીની મહેતલ આપી હતી. જો કે આવકવેરા વિભાગ તરફથી ત્રીજી વખત કરદાતાઓને સમય આપવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે પાનને આધાર સાથે જોડવાની તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર કરી છે પરંતુ એપ્રિલ 2019થી આવકવેરો ભરનારા લોકોને આધાર નંબર રજૂ કરવો ફરજિયાત રહેશે. આધારને પાન સાથે જોડવાનો હેતુ ડુપ્લિકેટ પાન અને છેતરપિંડી રોકવાનો છે. 
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer