નેતાઓ અને વીઆઈપીએ બાળકોના મોતને બનાવ્યો તમાશો

ગાડીઓના કાફલાના કારણે દર્દીઓને હોસ્પિટલે પહોંચવામાં મુશ્કેલી : નીતિશ હવાઈ સર્વેને બદલે ગયાની હોસ્પિટલની મુલાકાતે

મુઝફ્ફરપુર, તા. 20 : બિહારમાં ચમકી તાવ મહામારીની જેમ ફેલાયો છે અને મુઝફ્ફરપુરમાં જ અત્યારસુધીમાં 117 માસુમ બાળકોના મૃત્યુ થયા છે. તો બીજી તરફ નેતાઓ અન્ય જાણીતા ચહેરાઓએ બાળકોના મૃત્યુની ઘટનાને તમાશો બનાવ્યો હોય તેમ વીઆઈપી ગાડીઓના કાફલા સાથે દવાખાનાની મુલાકાતો કરી રહ્યા છે. જેના કારણે દર્દીઓને હોસ્પિટલે પહોંચવામાં પણ મુશ્કેલી પડે છે. બિહારની સ્થિતિને ધ્યાને લઈને મુખ્યમંત્રી નિતિશ કુમારે નવાદા અને ગયાનો હવાઈ સર્વે રદ કર્યો છે અને હવે લૂ પીડિતોની મુલાકાત માટે ગયાની હોસ્પિટલની મુલાકાત કરશે. 
ચમકી તાવના કારણે સતત વધી  રહેલા મૃત્યુઆંકના કારણે સરકાર સામે રોષ ફેલાય રહ્યો છે. તેવામાં પીડિતોની મુલાકાત માટે મુઝફ્ફરપુરની હોસ્પિટલે નેતાઓનો ધસારો જોવા મળી રહ્યો છે.  છેલ્લા અમુક દિવસથી સતત જાણીતા ચહેરાઓ નેતાઓ કાફલા સાથે મુલાકાતે પહેંચતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાય રહ્યા છે. અગાઉ એલજેડીના નેતા શરદ યાદવે હોસ્પિટલની મુલાકાત કરી હતી. જેના કાફલામાં 19 જેટલી કાર હતી. હોસ્પિટલની બહાર ગાડીની કતાર લાગી હતી. ત્યારબાદ અભિનેતા અને ગાયક ખેસારી લાલ યાદવ પણ હોસ્પિટલે પહોંચતા લોકો તેની સાથે સેલ્ફી પડાવવા  લાગ્યા હતા અને અફડાતફડીનો માહોલ બન્યો હતો. 
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer