ચેન્નઈમાં ભીષણ જળસંકટ શાળાઓમાં રજા આપવી પડી

ચેન્નઈમાં ભીષણ જળસંકટ શાળાઓમાં રજા આપવી પડી
ચેન્નાઈ, તા. 20 : તામિલનાડુની રાજધાની ચેન્નાઈ ભીષણ જળસંકટ સામે ઝઝૂમી રહી છે. ગામડાઓમાં ટોકન પર પાણી મળે છે. પાણીની તીવ્ર અછતના કારણે અનેક ખાનગી શાળાઓ બંધ કરવી પડી છે. ચેન્નાઈની એક માધ્યમિક શાળામાં 2600થી વધુ વિદ્યાર્થી ભણી રહ્યા છે. આ શાળા પરિસરમાં સ્થિત છ બોરવેલ સુકાઈ ગયા હોવાથી શાળાને રજા રાખવાની ફરજ પડી છે. પાણીની સમસ્યાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શાળાઓ એવી સ્પષ્ટતા કરી રહી છે કે, સુરક્ષાના કારણોસર છાત્રોને શાળામાં નહીં આવવા જણાવાયું છે. નાના બાળકો જ્યાં ભણે છે તેવી શાળાઓ અસ્થાયી રૂપે બંધ કરવી પડી છે. કેટલાક ભાગોમાં પાણીના ટીપાં માટે તરસતા પરિવારોને મોટી સંખ્યામાં હિજરત કરવી પડી છે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer