મુંબઈમાં હવે મ્હાડા ઘર નહીં બાંધે?

મુંબઈમાં હવે મ્હાડા ઘર નહીં બાંધે?
મુંબઈ, તા. 20 : બધાને ઘર મળે તે હેતુથી મહારાષ્ટ્રમાં મોટા પાયે હાઉસિંગ પ્રોજેક્ટ ચાલે છે, પરંતુ હવે મુંબઈમાં સામાન્ય માણસોને પરવડે તેવા ઘરો બાંધવા મ્હાડા માટે અશક્ય બન્યું છે. એટલે મ્હાડાને હવે મુંબઈ બહાર જવાની જરૂર પડી છે. મુંબઈની બહાર જ સામાન્ય લોકોને પરવડે તેવા ઘર બાંધી શકાશે, તેવી આઘાતજનક માહિતી ગૃહનિર્માણ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે અધિકારીઓને આપી છે. 
બાંદ્રામાં આવેલા મ્હાડાના મુખ્યાલયમાં બુધવારે વિખે પાટીલે વિવિધ ગૃહનિર્માણ યોજનાના વિભાગ અને મ્હાડાના બધા મંડળોની સમીક્ષા બેઠક બોલાવી હતી. ત્યારે પાટીલે કહ્યું હતું કે, હવે મુંબઈમાં ઘર લેવુ શક્ય નથી. મ્હાડા દ્વારા બાંધવામાં આવતા ઘરો બે કે ત્રણ કરોડ રૂપિયાના છે. એટલે સમાન્ય માણસને તે પરવડે નહીં. તેથી મ્હાડા અને અન્ય ગૃહનિર્માણ સંસ્થાઓએ મુંબઈની બહાર 50 કિમીના અંતરે પરવડે તેવા ઘર બાંધવા પડશે. 
પાટીલે સૂચના આપી હતી કે, મ્હાડા એક વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે. એટલે તેને મુંબઈ મહાનગરમાં પરવડે તેવા ઘરો બાંધવા જોઈએ. અત્યારે મ્હાડાની જે યોજનાઓ ચાલી રહી છે મુંબઈમાં તેના કાર્યોને ગતિમાન કરવા જોઈએ. મ્હાડા પાસે મુંબઈની 56 વસાહતોમાં વધુમાં વધુ ઘર ઊભા કરવા જોઈએ. પણ હવે તેના પર પણ મર્યાદા આવી છે એટલે મ્હાડાએ હવે પરવડે તેવા ઘરો માટે મુંબઈની બહાર જવું પડશે. તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઘરો બાંધવા પ્રોત્સાહન આપવું. મિલ કામદારોએ નવી મુંબઈ, ઉરણ, બેલાપુરમાં નૈના હાઉસિંગ પ્રોજેક્ટ ઘર લેવાં તેવું સૂચન આપ્યું હતું. 
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer