કાંદિવલીની હૉસ્પિટલમાં દારૂના નશામાં મહિલાએ ડૉક્ટરોની કરી મારપીટ

કાંદિવલીની હૉસ્પિટલમાં દારૂના નશામાં મહિલાએ ડૉક્ટરોની કરી મારપીટ
ચાર કલાક પડી હડતાળ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20?: કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં ગુરુવારે સવારે દારૂના નશામાં રહેલી મહિલા દર્દીએ ધમાલ મચાવીને  ડૉક્ટર  તથા નર્સની મારપીટ કરતાં હૉસ્પિટલનો સ્ટાફ ચાર કલાક ઓચિંતી હડતાળ પર ઊતરી ગયો હતો. અંતે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં હડતાલ પાછી ખેંચાઈ હતી. હિમાની શર્મા નામની આરોપીને બંગુર પોલીસ સ્ટેશનના પોલીસોએઁ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. તેની તબીબી ચકાસણી થવાની હતી, પરંતુ ડૉક્ટર ફ્રેશ થવા ગયા હતા. આને લીધે મહિલાનો પિત્તો ગયો હતો અને તેણે નર્સ, ડૉક્ટર અને બીજા કર્મચારીઓની મારપીટ કરવાનું ચાલુ કર્યું હતું પાંચ જણને આમાં ઈજા થઈ હતી. આને પગલે સ્ટાફ હડતાળ પર ઊતરી ગયો હતો અને આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ તથા ઈમર્જન્સી સેક્શન ખાલી કરાવ્યું હતું. ડૉક્ટર અને નર્સે કહ્યું હતું કે આ મહિલા દારૂના નસામાં હતી. 
 સ્ટાફની હડતાળને લીધે દર્દીઓની હાલાકી થઈ હતી. હૉસ્પિટલે તબીબો અને નર્સોને શાંત પાડવા આંતરિક તપાસ શરૂ કરી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એમ ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર શશિકાંત વાડેકરે કહ્યું હતું.  ડૉક્ટરોના આંદોલનને કારણે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) બંધ થઈ ગયું હતું. એ ઉપરાંત ઈમર્જન્સી સર્વિસ પણ બંધ થઈ ગઈ હતી. આને લીધે પેશન્ટોની ભારે હાલાકી થઈ હતી.
સવારે 7.30 વાગ્યાથી આંદોલનની શરૂઆત થઈ હતી.હૉસ્પિટલના મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવતા બહાર પેશન્ટો અને સંબંધીઓની ભીડ જમા થઈ ગઈ હતી.એક પેશન્ટે કહ્યું હતું કે ડૉક્ટરો આવું વર્તન કેવી રીતે કરી શકે. તેઓ પ્રેગનન્ટ મહિલા અને ગંભીર પેશન્ટો પર પણ દયા નથી કરતા.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer