કુલુમાં ખાનગી બસ ખીણમાં પડતાં 32નાં મોત

કુલુમાં ખાનગી બસ ખીણમાં પડતાં 32નાં મોત
સીમલા, તા. 20 (પીટીઆઈ): હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં એક ક્ષમતા કરતાં વધારે ખીચોખીચ ભરેલી ખાનગી બસ ઊંડી ખાઇમાં પડી જતાં 32 જણ મરણ પામ્યાં હતાં અને બીજા 28 ગંભીર રીતે ઇજા પામ્યા હતા એવી માહિતી અધિકારીઓએ આપી હતી.
ખાનગી બસ (રજિસ્ટ્રેશન નંબર ઇંઙ-66-7065) બજાર તાલુકાના ધૂત મોર્હની નજીક 300 મીટર ઊંડી ખાઇમાં પડી ગઈ હતી. કુલુના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શાલિની અગ્નીહોત્રીએ કહ્યું હતું કે બસ ગદા ગુશૈની જઈ રહી હતી. પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે બસમાં ક્ષમતા કરતાં અતિશય વધારે પેસેન્જરોને ભરવામાં આવતા અને બેફામ ડ્રાઇવિંગને લીધે આ અકસ્માત થયો હતો એમ બંજારના પટવારી શીતલકુમારે કહ્યું હતું.
ઇજા પામેલાએ બંજાર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. દુર્ઘટનાનો ભોગ બનેલાઓમાં મોટા ભાગના કુલુ જિલ્લાના જ રહેવાસીઓ છે. મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે મેજિસ્ટ્રેટ દ્વારા તપાસનો આદેશ આપ્યો છે. કુલુ જિલ્લાના વહીવટી તંત્રે મૃતકોના કુટુંબીઓને 50,000 રૂપિયાની તાત્કાલિક રાહત આપવાની જાહેરાત કરી છે.
Published on: Fri, 21 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer