હવે ફરી અનુરાગ અને નવાઝ સાથે ફિલ્મ કરશે

હવે ફરી અનુરાગ અને નવાઝ સાથે ફિલ્મ કરશે
અનુરાગ કશ્યપ અને નવાઝુદ્દીન સિદ્દીકીએ બે દાયકા પૂર્વે 1999માં પહેલી વખત સાથે ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મનું નામ `શૂલ' હતું. આ રાષ્ટ્રીય એવૉર્ડ વિજેતા ફિલ્મમાં નવાઝુદ્દીનનો રોલ નાનકડો જ હતો અને ફિલ્મના ડાયલોગ અનુરાગે લખ્યા હતા.
હવે જાણવા મળ્યું છે કે આ બન્નેની જોડી ફરીથી એકસાથે આવી રહી છે. ફિલ્મનું ટાઈટલ છે `બોલે ચુડિયાં'. અનુરાગે ફિલ્મની શૂટિંગની તારીખો હજુ સુધી નક્કી નથી કરી. 
જોકે, આ વખતે ફિલ્મનું દિગ્દર્શન નવાઝુદ્દીનનો ભાઈ શમ્સ સિદ્દીકી કરશે અને અનુરાગ ફિલ્મમાં અભિનય કરશે. અનુરાગે જણાવ્યું હતું કે આ સર્વપ્રથમ વખત છે, જ્યારે નવાઝુદ્દીને તેને પોતાની ફિલ્મમાં લીધો છે.

Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer