દીપિકાની સાદગી પર છે તેના ફેન્સ ફિદા

દીપિકાની સાદગી પર છે તેના ફેન્સ ફિદા
તાજેતરમાં દીપિકા પદુકોણ તેની અપકમિંગ ફિલ્મ `છપાક'નું શૂટિંગ પતાવ્યા બાદ બેંગલોર પાછી ફરી હતી, જ્યાં તેણે પોતાના પરિવારજનો સાથે સમય વિતાવ્યો હતો. થોડા દિવસો પહેલાં દીપિકાને તેના પાપા પ્રકાશ પદુકોણ સાથે ઍરપોર્ટ પર જોવામાં આવ્યાં હતાં. ઍરપોર્ટ પર મોજુદ પાપારાઝીને નારાજ નહીં કરતાં દીપિકાએ તેમની સાથે તસવીરો પડાવી હતી. આ સમયે દીપિકાની સાદગી જોઈને તેના ફેન્સ ખૂબ જ નવાઈ પામ્યા હતા. જેમણે તેને `ડાઉન ટુ અર્થ' કૉમ્પ્લિમેન્ટસથી નવાજી હતી.
કામની વાત કરીએ તો દીપિકા ફિલ્મ `છપાક'માં ઍસિડની વિકટીમ બનેલી એક યુવતીનું કિરદાર નિભાવી રહી છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી સામે તે અૉપોઝિટ રોલમાં છે. બન્ને પડદા પર રોમાન્સ કરતાં નજરે પડશે.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer