સુનીલ ગ્રોવર બન્યો ફિલ્મનો નરેટર

સુનીલ ગ્રોવર બન્યો ફિલ્મનો નરેટર
ક્રીતિ સેનોન, દિલીજીત દુસાંજ અને વરુણ શર્મા અભિનીત ફિલ્મ `અર્જુન પતિયાલા'ને ટિપિકલ હિન્દી `કોપ' ફિલ્મ બનાવવામાં આવશે. ફિલ્મના નિર્માતા ભૂષણકુમાર અને દિનેશ વિજાન પ્રોડકશન્સે કોમેડિયન - અભિનેતા સુનીલ ગ્રોવરને આ ફિલ્મમાં `નરેટર' તરીકેનું કામ સોંપ્યું છે.
દિગ્દર્શક રોહિત જુગરાજે જણાવ્યું હતું કે `અમે બે-ત્રણ વોઈસ ટ્રાય કર્યા પણ કંઈ મજા આવી નહીં. છેવટે અમે સુનીલ પર પસંદગી ઉતારી હતી. ફિલ્મમાં ક્રીતિ સેનોન અને દિલજીત દુસાંજનો રોમાન્સ છે.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer