પૂર્વ ઝડપી બૉલર ગોનીએ નિવૃત્તિ લીધી

પૂર્વ ઝડપી બૉલર ગોનીએ નિવૃત્તિ લીધી
નવી દિલ્હી, તા. 24: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર મનપ્રિત ગોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મટમાંથી આજે નિવૃત્તિ જાહેર કરી છે. 
ધોનીના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમનો હિસ્સો બને ગોની આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી ચુક્યો છે. ગોની ભારત તરફથી ફક્ત બે વન ડે રમ્યો છે. જેમાં તેણે બે વિકેટ લીધી છે. પ્રથમકક્ષાના ક્રિકેટમાં તેણે પંજાબ તરફથી 61 મેચમાં 196 વિકેટ લીધી છે.
આઇપીએલમાં તે ચેન્નાઇ ઉપરાંત ડેક્કન ચાર્જર્સ, ગુજરાત લાયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમ્યો હતો.
ભારત તરફથી આખરી વન ડે કરાચીમાં બંગલાદેશ સામે રમ્યો હતો. 

Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer