અૉસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી પહેલીવાર નંબર વન

અૉસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી પહેલીવાર નંબર વન
બર્મિંગહામ, તા. 24 : એશ્લે બાર્ટી દુનિયાની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી બની ગઈ છે. તેણીએ રવિવારે બર્મિંગહામ ડબ્લ્યુટીએ ટુર્નામેન્ટ જીતીને વિશ્વ ક્રમાંકમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. ડબ્લ્યુટીએ રેન્કિંગમાં પહેલા નંબર પર પહોંચનારી એશ્લે બાર્ટી ઓસ્ટ્રેલિયાની બીજી ખેલાડી બની છે. આ પહેલા 1976માં યાવોની ગુલાગોંગ કાવલી બે સપ્તાહ માટે ટોચના ક્રમે પહોંચી હતી. ઓસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટ પણ 1975માં નંબર વન હતી, પણ ત્યારે ડબ્લ્યુટીએ રેન્કિંગ સિસ્ટમ ન હતી. 23 વર્ષીય એશ્લે બાર્ટી હાલ શાનદાર ફોર્મમાં છે. ફ્રેંચ ઓપન ચેમ્પિયન બન્યા બાદ તેણીએ રવિવાર બર્મિંગહામ ઓપનના ફાઇનલમાં જુલિયા ગાર્જેસને 6-3 અને 7-5થી હાર આપી હતી. બાર્ટી નંબર વન બનતા, જાપાનની નાઓમી ઓસાકા નંબર બે પર ખસી ગઈ છે.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer