અમેરિકા ઇરાનના વિદેશપ્રધાનને કાળી યાદીમાં મૂકશે

વૉશિંગ્ટન, તા. 24 (એએફપી) : ઇરાનના વિદેશપ્રધાન મોહમદ જાવેદ ઝારીફને અમેરિકા કાળી યાદીમાં મૂકશે અને વિસ્તૃત પ્રતિબંધોના ભાગરૂપે ઇરાનની સ્થાવર મિલકતોને સ્થગિત કરશે એમ અમેરિકાના નાણાપ્રધાન સ્ટીવન મ્નુચીને આજે જણાવ્યું છે.
દરમિયાન અબુધાબીથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઇરાન સાથેના સંબંધોમાં તંગદિલીને પગલે સાથીઓ સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત અને બ્રિટનની જેમ અમેરિકાએ પણ આ સમસ્યાનો રાજદ્વારી ઉકેલ શોધવાની હિમાયત કરી છે. અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પેઓએ આજે સર્વેલન્સ વધારવાનો અનુરોધ કર્યો છે.
ઇરાને અમેરિકાના જાસૂસી ડ્રોનને તોડી પાડયું પછી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો પ્રહાર કરવાના આદેશો આપ્યા હતા. તેના પગલે માઇક પામ્પેઓ સાઉદી અરેબિયા અને યુએઈના નેતાઓને મળવા પહોંચ્યા હતા.
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer