છેલ્લા 3 દિવસમાં ચોમાસાએ વેગ પકડયો

અર્ધા દેશને આવરી લીધો : હવામાન વિભાગ

નવી દિલ્હી તા. 24: આ વર્ષે મંદ પ્રગતિ રહ્યા બાદ ચોમાસાએ છેલ્લા 3 દિવસમાં વેગ પકડયો છે અને અર્ધા દેશને- સમગ્ર દક્ષિણીય અને પૂર્વીય ભારતને- આવરી લીધાનું હવામાન વિભાગ (આઈએમડી)ના અધિકારીએ સોમવારે જણાવ્યુ હતું.
ગયા સપ્તાહે કેટલાક રાજયોમાં વરસાદી મોસમે ત્યાંની હિટ વેવની અકળાવનારી સ્થિતિમાં રાહત અપાવી હતી. ચોમાસું આ સપ્તાહે દેશના મધ્ય અને પશ્ચિમી ભાગોમાં ઓર આગળ વધે તે માટેની સાનુકુળ પરિસ્થિતિ હોવાનું અધિકારીએ જણાવ્યુ હતું. ચોમાસાની સત્તાવાર મોસમ તા. 1 જુનથી 30 સપ્ટેમ્બરની ગણાય છે તે છતાં આ વર્ષે વરસાદ મોડો આવ્યો હોઈ આઈએમડીના 84ના સબડિવિઝનમાં વરસાદી ખાધ નોંધાઈ છે. આજે સવારે દિલ્હીમાં 27.4 ટકાના લઘુતમ તાપમાન સાથે ભેજવાળું હવામાન રહ્યુ હતું, જે સીઝનની સરેરાશ કરતા એક બે દોરા નીચુ કહેવાય. ભેજ 74 ટકા નોંધાયો હતો.

Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer