જી-20 મોદી, પુતિન અને જિનપિંગ વચ્ચે થશે દ્વિતીય ત્રિપક્ષીય સમિટ

બીજિંગ, તા. 24:  આગામી તા.28થી ઓસાકામાં શરૂ થવારી જી-20ની બે દિવસીય સમિટમાં ભાગ લેનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીની પ્રમુખ શિ જિનપિંગ અને તેમના રુસ સમકક્ષ વ્લાદિમિર પુતિન વચ્ચે દ્વિતીય ત્રિપક્ષીય બેઠક યોજશે એ બાબતને બીજિંગે સમર્થન આપ્યું છે. 
ગયા વર્ષે બ્યુનોસ એરીસ ખાતે ય આ ત્રણ નેતાઓ મળ્યા હતા અને હાલનો આંતરરાષ્ટ્રીય લેન્ડસ્કેપ (પરિસ્થિતિ) જોતાં આગામી બેઠક પણ મહત્વપૂર્ણ બની રહેશે એમ જણાવી ચીનના વિદેશી બાબતોના સહાયક મંત્રી ઝાંગ જુને ઉમેર્યુ હતું કે રશિયા, ઈન્ડિયા એન્ડ ચાયના (આરઆઈસી)નું ત્રિપક્ષી માળખું હવે સંસ્થાગત થયું છે. 
Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer