પવઈમાં યુવતી સામે અશ્લીલ હરકત કરનાર રિક્ષાચાલકને પોલીસ શોધી રહી છે

પવઈમાં યુવતી સામે અશ્લીલ હરકત કરનાર રિક્ષાચાલકને પોલીસ શોધી રહી છે
મુંબઈ, તા. 24 : પવઈસ્થિત હીરાનંદાની પરિસરમાં 19 વર્ષીય યુવતી સામે એક રિક્ષાચાલકે હસ્તમૈથુન કર્યાની ફરિયાદ યુવતીએ કરી છે. યુવતી મૅનેજમેન્ટની વિદ્યાર્થિની છે. ઘટનાની માહિતી યુવતીએ ટ્વીટર દ્વારા પોલીસને આપી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસની એક ટુકડી તરત જ ત્યાં પહોંચી ગઈ હતી.
ઘટનાની મળેલી માહિતી અનુસાર રાત્રે 11.54 વાગ્યે યુવતી હીરાનંદાની પરિસરમાં જોગિંગ કરતી હતી. યુવતી તળાવની દિશા તરફ દોડતી હતી. હાઇ-વે દેખાતા યુવતી પાછી ફરી હતી. આગળ જતાં લોકોનું ટોળું જોતા યુવતી ડરી ગઈ અને એક બૅન્કના એટીએમ પાસેની સીડી પર બેસી ગઈ હતી. તેની સામે એક રિક્ષાચાલક એકીટસે જોતો હતો અને તરત જ તેણે યુવતી સામે જોઈ હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. આ ઘટના આસપાસના સીસીટીવીમાં રેકર્ડ થઈ છે. ઘટના ગંભીર હોવાથી પોલીસને તાત્કાલિક તપાસ કરવાનું કહેવાયું હતું. પોલીસે પરિસરના બધા જ રિક્ષાચાલકોની તપાસની શરૂઆત કરી હતી.
Published on: Tue, 25 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer