નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડાની શક્યતા

નવી દિલ્હી, તા. 25 : સરકાર જુલાઈ, સપ્ટેમ્બરના ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કાપ મૂકે એવી શક્યતા છે. આ કાપ બધી જ નહીં પણ કેટલીક નાની બચત યોજનાઓ માટે હશે અને તે 30-50 બેસિસ પોઈન્ટ્સનો હશે, એમ સિનિયર સરકારી ત્રોતમાંથી જાણવા મળે છે.
છેલ્લે નાની બચત યોજનાઓના દરમાં ફેરફાર જાન્યુઆરી - માર્ચના ક્વાર્ટર માટે કરાયો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે દરો યથાવત્ રહ્યા હતા. આ દરો એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષની મુદત માટેની ડિપોઝિટ માટે રહ્યા હતા.
આમ વ્યાજ દર ઘટાડા પાછળનો હેતુ મૂડીખર્ચ ઘટાડી રોકાણ માટે ઉત્તેજન આપવાનો રહ્યો છે. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ નીતિગત દરો ત્રણવાર ઘટાડયા હતા.
લોકસભાની ચૂંટણી વેળાએ ભાજપના ઘોષણાપત્રમાં મૂડીખર્ચ ઘટાડવાનો ઇરાદો વ્યક્ત કરાયો હતો. હવે જુલાઈ-સપ્ટે.ના માટે નાણાં મંત્રાલયના આર્થિક બાબતોનો વિભાગ નાની બચતના દરો કરતાં આ સપ્તાહમાં અથવા આવતા સપ્તાહના પહેલા ગાળામાં નોટિફાઈ કરશે.
અત્રે યાદ રાખવાનું કે આરબીઆઈએ તેનો પૉલિસી દર 25 બેસિસ પોઈન્ટ ઘટાડયો હતો, જેથી રેપોરેટ ઘટીને 5.75 ટકા રહ્યો છે.
આમ ફેબ્રુઆરી પછી આ કાપ સતત ત્રીજીવાર કરાયો છે. 

Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer