બેસ્ટનાં ભાડાં ઘટાડા અંગે આજે નિર્ણય લેવાશે

મુંબઈ, તા. 25 : બસ ભાડાંમાં કાપના `બેસ્ટ'ના પ્રસ્તાવ પછીના કેટલાક દિવસોમાં તેની કમિટીએ ભાડાં અંગે નિર્ણય લેવા આજે મિટિંગ બોલાવી છે.
બેસ્ટને વર્ષે રૂા. 600 કરોડનું ભંડોળ બીએમસી પાસેથી મળવું જરૂરી છે, જેથી કરીને તેના ભાડાં દરના સુતાર્કિકીરણ અને નવી બસોના વેટ લીઝ જેવા સુધારાનો અમલ કરી શકાય.
બેસ્ટ ભાડાં દરમાં ઘટાડાનો કેવી રીતે અમલ થશે તેની રજૂઆત પેનલ સમક્ષ કરશે. આ મુદ્દાઓ વિવિધ પક્ષોની બનેલી કમિટીના સભ્યો દ્વારા તેની છેલ્લી મિટિંગમાં મૂકવામાં આવ્યા હતા. ગઈકાલે `બેસ્ટ' માટે પાલિકાએ રૂા. 600 કરોડ તબક્કાવાર આપવા મંજૂર કર્યા હતા.

Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer