ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી : સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર સૌની મીટ

ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી : સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર સૌની મીટ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 25 : રાજ્યભાની ગુજરાતની બે બેઠકો માટેની અલગ અલગ ચૂંટણી સામે કૉંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગઇ છે, જેનો આજરોજ ચુકાદો આવનાર હોવાથી તેની ઉપર સૌની મીટ મંડાયેલી છે. કૉંગ્રેસ પણ આ ચુકાદા પછી જ પોતાના ઉમેદવારના નામ જાહેર કરે તેવી શકયતા છે. જો કે, કૉંગ્રેસે રાજ્યસભાની આ બે બેઠકો માટે ગૌરવ પંડયા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઊતરવાનું મન બનાવી લીધું છે અને સંભવત: આ બંને ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં  ઉમેદવારી કરે તેવી સંભાવના છે. તો બીજી તરફ ભાજપે રાજ્યસભાની બે બેઠકો માટેના તેમના બે ઉમેદવારો સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે જેમાં વિદેશપ્રધાન એસ. જયશંકર તેમ જ મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલ ઠાકોરનો સમાવેશ થાય છે. ભાજપના આ બંને ઉમેદવારો આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી  સહિત ભાજપના ઉચ્ચ નેતાઓની ઉપસ્થિતિમાં પોતાનું ફોર્મ ભરશે.

Published on: Tue, 25 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer