રાજકુમાર રાવ જોવા મળશે કરણ જોહરની ફિલ્મમાં

રાજકુમાર રાવ જોવા મળશે કરણ જોહરની ફિલ્મમાં
રાજકુમાર રાવ બોલીવુડના પ્રતિભાશાળી અભિનેતાઓમાંનો એક છે. અભિનેત્રી કંગના રનૌત સાથે તેની ફિલ્મ `જજ મેન્ટલ હૈ ક્યા' ટૂંક સમયમાં રજૂ થશે. આ ઉપરાંત તે `મેડ ઈન ચાઈના', `રૂહ અફઝા' જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. તાજેતરમાં રાજકુમાર દિગ્દર્શક કરણ જોહરને મળ્યો હતો. તેની અને કરણ વચ્ચે ત્રણ ફિલ્મોને લઈને ચર્ચા થઈ હતી જેમાં `દોસ્તાના-2' અને `ભૂત-2'નો સમાવેશ છે. અગાઉ રાજકુમારે `દોસ્તાના-2' કરવાની ના પાડી હતી, પરંતુ કરણના બેનરની ત્રણ ફિલ્મ સાથે મળતી હોવાથી હવે તે આ કોમેડી ફિલ્મનો ભાગ બનશે.
તેનું માનવું છે કે માત્ર એક મસાલેદાર ફિલ્મ કરવા કરતાં હું એવી ફિલ્મ પસંદ કરીશ જે મારી અભિનયની આવડતને પડકારે. કરણ સાથેની ત્રણ ફિલ્મોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ `ત્રી'ની રૂા. 100 કરોડની કમાણી થયા બાદ રાજકુમારની બોલીવૂડમાં માગ વધી રહી છે.

Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer