ડેઈઝી શાહે મેળવ્યું રાયફલ શૂટિંગ લાઇસન્સ

ડેઈઝી શાહે મેળવ્યું રાયફલ શૂટિંગ લાઇસન્સ
બોલીવુડમાં સલમાન ખાન સાથે ફિલ્મ `જય હો'થી પોતાની કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી ડેઈઝી શાહને તાજેતરમાં જ નેશનલ રાયફલ એસોસિયેશન અૉફ ઇન્ડિયા દ્વારા રાયફલ શૂટિંગનું લાઇસન્સ પ્રાપ્ત થયું છે. બે વર્ષ અગાઉ તેણે રાયફલ શૂટિંગ શીખવાનું શરૂ કર્યું હતું અને હવે તે અૉગસ્ટ મહિનામાં પોઈન્ટ 22 રાયફલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. અગાઉ તેણે ઈન્દોરમાં યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો.
ડેઈઝી જણાવે છે કે મેં મારા મિત્રો સાથે રમત-રમતમાં શૂટિંગ શીખવાનું શરૂ કર્યું હતું. જ્યારે નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો ત્યારે હું માત્ર બે દિવસની તૈયારી બાદ જ રમવા ઉતરી હતી અને મેં 600માંથી 497 સ્કોર કર્યો હતો, પરંતુ હવે આગામી સ્પર્ધા માટે હું મારા કોચ મોરાદ અલીખાન પાસેથી આકરી તાલીમ લઈ રહી છું. હું દરરોજ બે કલાક મહારાષ્ટ્ર રાયફલ એસોસિયેશનમાં પ્રેક્ટીસ કરું છું. આ રમત માટે સંપૂર્ણ ધ્યાન લક્ષ્ય પર કેન્દ્રિત કરવાનું હોય છે. શૂટ કરતી વખતે મન એકદમ શાંત રાખવાનું હોય છે. શરૂઆતમાં તો મને રાયફલ ઊચકવામાં પણ તકલીફ પડતી હતી, પરંતુ હવે તેના વજનથી હું ટેવાઈ ગઈ છું. જોકે, હું આ રમત ક્ષેત્રે ગમે તેટલી આગળ વધુ પણ મારા શોખ પ્રમાણે તો હું એક અભિનેત્રી જ રહીશ.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer