ખેલાડીઓ અલગ અલગ રીતે ભારત પરત ફરશે

ખેલાડીઓ અલગ અલગ રીતે ભારત પરત ફરશે
કેટલાક એક સપ્તાહ બાદ આવશે

મુંબઈ, તા.11: ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ મિશનનો નાટકીય ઢબે અંત આવ્યો છે. ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે આંચકારૂપ હાર સાથે વિશ્વ કપની બહાર થઇ ગઇ છે. હવે એવા રીપોર્ટ મળે છે કે આ હારથી ચાહકોની જેમ ખેલાડીઓ પણ અપસેટ છે. તેનો ઇંગ્લેન્ડથી સીધા ભારત પહોંચવા માંગતા નથી, કારણ કે અહીં તેમણે મીડિયાના અનેક સવાલના જવાબ આપવા પડશે. આથી ટીમ એક સાથે ભારત નહીં પહોંચે. ખેલાડીઓ બે-ત્રણના જૂથમાં આવી શકે છે. કેટલાક ખેલાડી ઇંગ્લેન્ડના આજુબાજુના દેશમાં પરિવાર સાથે એક વીકનો બ્રેક લઇ શકે છે.
આ સંબંધે બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે ખેલાડીઓએ કઇ રીતે પરત ફરવું તે લોજિસ્ટિક મેનેજરના હાથમાં છે. માટો ભાગના ખેલાડીઓ જુદા જુદા સમયે વતન પરત ફરશે. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પહેલા બે સપ્તાહનો બ્રેક હોય કેટલાક ખેલાડી હમણા ભારત પરત ફરશે નહીં. ધોની લગભગ એક સપ્તાહ બાદ સીધો રાંચી પહોંચશે. વેસ્ટ ઇન્ડિઝ સીરિઝનો પ્રારંભ 3થી 8 ઓગસ્ટ ત્રણ ટી-20 મેચથી થશે. આ ત્રણેય મેચ અમેરિકામાં રમાવાના છે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer