હારથી નિરાશ ખેલાડીઓના ચાહકોને ભાવુક મેસેજ

હારથી નિરાશ ખેલાડીઓના ચાહકોને ભાવુક મેસેજ
અમારી પાસે જે હતું તે બધું આપ્યું: કોહલી
આખરી શ્વાસ સુધી સર્વશ્રેષ્ઠ આપીશ: જાડેજા
નવી દિલ્હી, તા.11: ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનાવાનું સપનું તૂટી ગયું છે. સેમિ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામને 18 રનની હારથી ભારતીય ટીમ વિશ્વ કપની બહાર થઈ ગઈ છે. આ હારથી ભારતીય ટીમના લાખો ચાહકો અને ટીમના ખેલાડીઓ હતાશામાં ડૂબી ગયા છે. ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ભાવુક મેસેજ લખીને ચાહકોના દિલાસો આપવા કોશિશ કરી છે. કેપ્ટન વિરાટ કોહલીથી લઇને રવીન્દ્ર જાડેજાએ ચાહકોનો આભાર માન્યો છે અને પોતાની ભાવના વ્યક્ત કરી છે.
સેમિની હાર બાદ સુકાની કોહલીએ ઇમોશનલ ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વિટ કર્યું હતું કે હું સૌથી પહેલા ચાહકોનો આભાર માનું છું. જેઓ ટીમનું સતત સમર્થન કરતા રહ્યા અને મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં ઉમટી પડયા. તમે બધાએ અમારા માટે આ યાદગાર ટુર્નામેન્ટ બનાવી દીધી. અમે નિશ્ચિત રીતે આપના પ્યારને મહેસૂસ કર્યો. અમે બધા નિરાશ છીએ. આપના જેવી જ ભાવના અમારામાં છે. અમારી પાસે જે કાંઇ હતું તે આપ્યું. જયહિન્દ.
જ્યારે મેચમાં 77 રનની લડાયક ઇનિંગ રમનાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટ્વિટ કર્યું કે રમતે મને ક્યારે પણ હાર ન માનવા અને પડીને ઉભા થવાનું શિખવ્યું છે. હું ચાહકો અને પ્રરેણાસ્રોત લોકોને ધન્યવાદ આપી શક્યો નથી. તમારા સહયોગને ધન્યવાદ. પ્રરેણા આપતા રહો હું આખરી શ્વાસ સુધી મારું સર્વશ્રેષ્ઠ આપીશ. લવ યુ ઓલ.
વિશ્વ કપમાં ઇજાને લીધે બહાર થનાર શિખર ધવને ટ્વિટ કર્યું કે અમે શાનદાર ફાઇટ આપી. આપની સ્પિરિટને સલામ. ફાઇનલમાં પહોંચવા માટે કિવિ ટીમને અભિનંદન. જ્યારે બુમરાહે લખ્યું કે ટીમના સાથીદારો, સપોર્ટ સ્ટાફ, ફેમિલી અને તમે બધા ચાહકો આપ સર્વેનો દિલથી આભાર. અમારી પાસે જે હતું તે બધું ન્યોછાવર કર્યું. સ્પિનર ચહલે લખ્યું કે અમારો ફક્ત એક જ ગોલ હતો. વર્લ્ડ ચેમ્પિયન બનવું પણ અસફળ રહ્યા. ભાવનાઓ શબ્દોમાં રજૂ કરી શકીશ નહીં. તમે બધાએ જે રીતે સાથ આપ્યો તેનો દિલથી આભાર. જયહિન્દ.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer