અનિલ અંબાણી માર્ગ બાંધકામથી લઈને એફએમ સ્ટેશનો

અનિલ અંબાણી માર્ગ બાંધકામથી લઈને એફએમ સ્ટેશનો
સુધીની અસ્ક્યામતો વેચીને રૂા.217 અબજ એકત્ર કરશે

મુંબઈ, તા.11 : અનિલ અંબાણી તેમના માર્ગ બાંધકામથી લઈને રેડિયો સ્ટેશન્સની અસ્ક્યામતોનું વેચાણ કરીને દેવુ ચૂકવવા માટે રૂા.217 અબજ એકત્ર કરશે. 
ગ્રુપના પ્રવક્તાના કહેવા પ્રમાણે, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર લિ. નવ રોડ પ્રોજેક્ટ્સનું વેચાણ કરીને રૂા.90 અબજ એકત્ર કરશે. રિલાયન્સ કૅપિટલ લિ. તેમના રેડિયો એકમનું વેચાણ કરીને રૂા.12 અબજ અને તેમના નાણાકીય બિઝનેસનો હિસ્સો વેચીને રૂા.115 અબજ મેળવશે. 
11મી જૂને અનિલ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપે છેલ્લા 14 મહિનામાં અસ્ક્યામતોનું વેચાણ કરીને રૂા.350 અબજના દેવાની ચૂકવણી કરી છે, પરંતુ પડકારો હજી બાકી છે. ચાર મોટી ગ્રુપ કંપનીઓનું રૂા.939 અબજનું દેવુ બાકી છે. અંબાણીની ભૂતપૂર્વ મુખ્ય કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિ. તાજેતરમાં જ ઈનસોલવન્સીમાં અટવાઈ છે. 
અસ્ક્યામતોના વેચાણથી ગ્રુપ કંપનીઓની નાણાકીય પરિસ્થિતિ ઉપર આંશિક અનુકૂળ અસર પડશે, પરંતુ એક કંપનીમાંથી ઓડિટરનું રાજીનામું અને શૅર્સ ભાવમાં ઘટાડો યથાવત્ છે. ક્રેડિટ રેટિંગ્સ કંપનીઓ દ્વારા રેટિંગ ઘટતું હોવાથી પણ બજારમાંથી ક્રેડિટ મળવા બાબતે ચિંતા છે. 
અસ્ક્યામતોનું ઝડપી વેચાણ જરૂરી છે. કૅર રેટિંગ્સે રેટિંગ ડાઉનગ્રેડ કરતા કહ્યું હતું કે, રિલાયન્સ કૅપિટલની એપ્રિલમાં રોકાણ છૂંટું કરવાની પ્રક્રિયા ધીમી પડી હતી. રિલાયન્સ કમ્યુનિકેશન્સની ટેલીકોમ અસ્ક્યામતને મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ લિ.ને વેચવાનો સોદો પણ આ વર્ષની શરૂઆતમાં નાબૂદ થયો હતો. 
આદિત્ય કન્સલટિંગના મૅનેજિંગ પાર્ટનર મેથ્યુ એન્ટનીએ કહ્યું કે, અસ્ક્યામતના વેચાણની પ્રક્રિયામાં વધુ સમય લાગવો એ અનિલ અંબાણીની કંપનીઓ માટે ખતરાની ઘંટી છે. 
રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું હતું કે, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર તેમના નવ રોડ પ્રોજેક્ટ્સ વેચવા માટે મંત્રણા કરી રહી છે. માર્ચ 2020 સુધીમાં મુંબઈ મેટ્રો રેલ સંચાલક કરમુક્ત બનશે. માર્ચમાં પૂરાં થતાં વર્ષ સુધીમાં રૂા.177.7 અબજ (45 ટકા) જેટલું દેવું ચૂકવી દીધું છે. 
આ ટ્રાન્ઝેક્શનોથી દેવું ઓછું થતાં ક્રેડિટ રેટિંગ સુધરશે. ગયા મહિને બ્રિકવર્ક રેટિંગ્સે રિલાયન્સ કૅપિટલને ડાઉનગ્રેડ કર્યું હતું. જૂનમાં સ્ટેટયુટરી ઓડિટર્સમાંથી એક પ્રાઈસ વોટરહાઉસકૂપર્સે રાજીનામું આપતાં કહ્યું હતું કે, તેમને કંપની દ્વારા પૂરતો સહકાર મળ્યો નથી.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer